ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ/ઠાકુર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઠાકુર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભદ્રનું સમગ્ર ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય/સ્થૂલિભદ્રઅષ્ટ પંચાશિકા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૬૫૨/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ કડીની ‘નેમ રાજુલપ્રીતિ’ (ર.ઈ.૧૬૪૩; મુ.), રાજૂલના વિરહોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી’ (મુ.) તથા ૧૧ અને ૭ કડીના એમ ૨ ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સભા, સં. ૧૯૬૯. [પા.માં.]