ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તીકમ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તીકમ(મુનિ): જુઓ વણવીરશિષ્ય ત્રિકમ. તુડાપુરી/તુલાપુરી/તોરલપરીજી [               ]: રૂખડિયા સંતકવિ. એમણે ગણપતિ સ્તુતિનાં તથા અન્ય ભજનો-પદો (પમુ.) રચ્યાં છે જેમાંનાં કેટલાંક હિંદીમાં તો કેટલાંક હિંદી-મિશ્ર ગુજરાતીમાં પણ છે. કોઈક પદોમાં ‘તોરલપરી’ નામછાપ મળે છે, તે ભૂલ હોવાનો સંભવ છે. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૩. નકાસંગ્રહ; ૪. પરમાનંદપ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૫. ભજનિક કાવ્ય સંગ્રહ, પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કી.જો.]