ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલજારામ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તુલજારામ-૨ [ઈ.૧૭૮૭માં હયાત] : આખ્યાનકાર. સુખરામસુત. અમદાવાદના નિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. તેમનું ૧૪ કડવાંનું ‘સગાળશા-આખ્યાન/સગાળપુરી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, આસો સુદ ૧૦, રવિવાર; મુ.) કરુણ, વાત્સલ્ય, બીભત્સ આદિ રસોથી ઠીકઠીક આસ્વાદ્ય બનેલું છે. ભૂલથી લજ્જારામના નામે ચડી ગયેલું એમનું ‘અભિમન્યુ-આખ્યાન/કોઠાયુદ્ધ’ (અંશત: મુ.) એમાંનાં ઊંચી પ્રતિનું કવિત્વ દાખવતાં કેટલાંક સુંદર ગેય પદોને કારણે લોકપ્રિય બનેલી કૃતિ છે. કવિનું ભાવનિરૂપણ અને આખ્યાનબંધ પરનું પ્રભુત્વ આકર્ષક છે. કૃતિ : ૧. કાવ્યસંક્ષેપ, સં. દલપતરામ ડા. કવિ, સં. ૨૦૧૫; ૨. ગુકાદોહન; ૩. સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ૧૯૩૪ (+સં.). સંદર્ભ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૫;  ૨. કવિચરિત : ૩; ગુહાયાદી  ૪. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૬૨ - ‘લજ્જારામ કે તુલજારામ’, શિવલાલ જેસલપુરા.[ચ.શે.]