ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દલભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દલભટ્ટ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામાં આવ્યા છે, પરંતુ પાર્શ્વચન્દ્ર ગચ્છના હીરરાજ-પુંજરાજ મુનિના કોઈ અનુયાયી ભક્ત હોવાનો સંભવ છે. એમણે પૂંજરાજઋષિએ કરેલા વિવિધ પ્રકારના દીર્ઘ તપનું વર્ણન કરતો ૩ ઢાળ અને ૨૧ કડીનો ‘મહાતપસ્વી શ્રી પૂંજામુનિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ ફાગણ સુદ-; મુ.) રચ્યો છે. કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]