ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં દીપવિજ્યના શિષ્ય. ૩૬ ઢાળની ‘રૂપસેનકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, મહા સુદ ૭, શુક્રવાર), શંખેશ્વર તીર્થની ઉત્પત્તિની કથા કહેતી ૪૬ કડીની ‘શંખેશ્વર-સલોકો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૭ કડીની ‘નેમિનાથજીનું સ્તવન’ (મુ.), ૧૨ કડીની ‘રહનેમિ-સઝાય’ (મુ.), ૬ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-ભાસ’ તથા ૫ કડીની ‘નેમરાજુલ-ગીત’ એ કૃતિઓના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં તથા અન્યત્ર આ કવિની દેવવિજ્ય-૬ સાથે ભેળસેળ થયેલી છે. ‘શંખેશ્વર-સલોકો’ના મુદ્રિત પાઠમાં કવિનામ ભૂલથી દીપવિજ્ય છપાયું છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સલોકાસંગ્રહ, પ્ર.શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]