< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
દેવીચંદ-૧ [ઈ.૧૭૭૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૦ ઢાળની નવકારવિષયક ‘રાજસિંહકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, કારતક સુદ ૫, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧,૨).[ર.ર.દ.]