ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવીદાસ-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : આખ્યાનકાર. સોજિત્રાના વતની. જ્ઞાતિએ ગાંધર્વ. એમનું ૩૦ કડવાંનું ‘રુક્મિણીહરણ’(ર.ઈ.૧૬૦૪/સં. ૧૬૬૦, મહા સુદ ૧૩, શુક્રવાર; મુ.) નાયિકા-સૌન્દર્યનાં તથા સૈન્ય, યુદ્ધ, લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોવાળું, લોકપ્રિય નીવડેલાં લગ્નગીતો ધરાવતું ને વીર, શૃંગાર ને હાસ્યરસનું નિરૂપણ કરતું આ વિષયનું નોંધપાત્ર આખ્યાન છે. માત્ર ‘દેવીદાસ’ નામછાપ ધરાવતી સાખી, શ્લોક, ચાલ અને ઢાળ એવા વિભાગો ધરાવતી ૯૫ કડીની પ્રાસાદિક કૃતિ ‘રાસપંચાધ્યાયી’ (મુ.)ની હસ્તપ્રત સોજિત્રામાંથી મળી હોવાથી આ કવિની રચના હોવાની ઘણી શક્યતા છે. કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.), ૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ર.સો.]