ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેસાઈભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેસાઈભાઈ [ ] : કૃષ્ણવિષયક કેટલાંક પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.] દેહલ [ઈ.૧૬૨૪ સુધીમાં] : ઉત્તરાને તેડી લાવવા મોકલેલા આણા (‘ઉઝણૂં’)ના પ્રસંગના વિસ્તૃત આલેખનને કારણે ‘અભિવન-‘ઊઝણૂં’(લે.ઈ.૧૬૨૪; મુ.)નામ પામેલું આ કવિનું આખ્યાનકાવ્ય ગુજરાતીમાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સૌથી જૂનું - ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ કે ૧૬ સદી પૂર્વાર્ધનું ગણાયેલું છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધની સળંગ ૪૦૬ કડીમાં રચાયેલું આ આખ્યાન મૂળ કથામાં કેટલાક ફેરફાર અને ઉમેરા બતાવે છે, જે પછીના તાપીદાસ, નાકર વગેરે કવિઓને ઉપયોગમાં આવેલા જણાય છે. કરુણરસપ્રધાન આ આખ્યાનમાં કવિની વર્ણનશક્તિ અને તત્કાલીન સમાજનું થયેલું ચિત્રણ ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. અભિવન ઊઝણૂં, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૨ (+સં.);  ૨. અભિમન્યુ પૂર્વકથાન્વેષણ, મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૪૪-‘અભિવન ઊઝણૂં’. સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨ ‘અભિવન ઊઝણૂં’; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨;  ૪. ગૂહાયાદી. [ર.સો.]