ધર્મદાસ-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : લોકાંગચ્છના જૈન સાધુ. સંભવત: વરસિંહના શિષ્ય. બુરાશિષ્ય શામલજી અને જીવરાજના સાંનિધ્યમાં કૃતિ રચ્યાનો ઉલ્લેખ હોવાથી ભૂલથી જીવરાજશિષ્ય માની લેવાયા છે. એમણે ‘જસવંતમુનિનો રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા વદ ૧૦)ની રચના કરી છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[ચ.શે.]