ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મમંદિર ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મમંદિર(ગણિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચક દયાકુશલના શિષ્ય. એમણે ઈ.૧૬૫૯માં એક પ્રત લખી હોવાની માહિતી મળે છે. એમણે જયશેખરસૂરિકૃત સંસ્કૃત કૃતિ પરથી રચેલ ૬ ખંડ અને ૭૬ ઢાળના ‘પ્રબોધચિંતામણિ/મોહવિવેકનો રાસ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, માગશર સુદ ૧૦; મુ.)માં કથા અને ધર્મવિચારના વિસ્તૃત અને સ્ફૂટ નિરૂપણથી લોકભોગ્યતા સિદ્ધ થયેલી છે. ૪ ખંડ, ૬૫ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘મુનિપતિ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૬૯), ‘જંબૂ-રાસ’ (ર.ઈ.૧૬૭૩, ‘દયા-દીપિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૪), ૨ ખંડ અને ૩૨ ઢાળની ‘પરમાત્મપ્રકાશ/જ્ઞાનસુધા તરંગિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, કારતક સુદ ૫, ગુરુવાર), ૪ ઢાળની ‘નવકાર-રાસ’ (*મુ.) તથા ‘આત્મપદપ્રકાશ-રાસ’ એ કવિની અન્ય રાસાત્મક કૃતિઓ છે. આ સઘળી કૃતિઓ કવિનું વલણ વિશેષપણે ધર્મતત્ત્વવિચાર તરફનું હોય એવું બતાવે છે. આ ઉપરાંત આ કવિએ ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ બૃહત્-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, ચૈત્ર સુદ ૧૫), ૧૭ કડીનું ‘જગવલ્લભ પાર્શ્વનાથ-બૃહત્ સ્તવન’ (ર.ઈ.૧૬૬૮), ‘ચોમાસી વ્યાખ્યાન’ તથા તીર્થ-તીર્થંકરવિષયક સ્તવન, ભાસ, ગીત વગેરે પ્રકારની લઘુકૃતિઓ રચેલ છે. કૃતિ : ૧. જૈન કથારત્નકોષ : ૩. પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૮૯૦; ૨. જૈન કાવ્યદોહન, મનસુખલાલ ર. મેહતા, ઈ.૧૯૧૩; ૩. * રત્નસમુચ્ય; ૪. રાજૈકામાળા : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]