ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરેન્દ્રકીર્તિ


નરેન્દ્રકીર્તિ [ઈ.૧૫૯૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. ‘અંજના-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, માગસર સુદ ૧૩)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]