ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નર્બુદાચાર્ય-નર્મદાચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નર્બુદાચાર્ય/નર્મદાચાર્ય [ઈ.૧૬મી સદી અંત ભાગ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છની કમલકલશ શાખાના જૈન સાધુ. કનક કલશના શિષ્ય. ઈ.૧૬૦૪માં તેમણે પ્રત લખેલી છે. એમણે ‘કોકશાસ્ત્ર ચતુષ્પદી/કોકકલા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, આસો સુદ ૧૦, બુધવાર) તથા ‘યોગમુક્તાવલી’નો ગદ્યપદ્ય-અનુવાદ રચેલ છે. ‘નર્મદ’ને નામે મળતી ૧૪ કડીની ‘શાલિભદ્ર-ભાસ’ પણ આ જ કવિની કૃતિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકેટલૉગબીજે; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]