નાનાભાઈ [ઈ.૧૭૫૨માં હયાત] : શિવભક્ત. જ્ઞાતિએ વાલ્મિક કાયસ્થ. અવટંકે મજમુદાર. વતન નવસારી. શિવમહિમા વિષયક ‘શિવરહસ્ય’ અને શિવભક્તોની કથા રજૂ કરતા ‘શિવભક્તો’ (*મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : * કાયસ્થપત્રિકા, વ.૧, અં. ૪.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.
[શ્ર.ત્રિ.]