ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યલાભ વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિત્યલાભ(વાચક) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છની લાભ શાખાના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં સહજસુંદરના શિષ્ય. વિવિધ દેશીઓ અને દુહામાં ગુરુગુણ રૂપે લખાયેલો ૧૦ ઢાળનો ‘વદ્યાસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ-૧૦, સોમવાર; મુ.), ચંદનબાલાના જાણીતા કથાનકને સંક્ષેપમાં આલેખતો ૩ ઢાળનો ‘ચંદનબાલા-રાસ/સઝાય’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, અસાડ વદ ૬, રવિવાર; મુ.), ૪ ગેય ઢાળોમાં રચાયેલ ‘મહાવીર પંચ કલ્યાણકનું ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૨૫; મુ.), ૭ કડીનું ‘શીતલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ભાદરવો-મુ.), ૨૪ ઢાળની ‘સદેવંત સાવળિંગાની ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, મહા/વૈશાખ સુદ ૭, બુધવાર), ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૧૩; મુ.), ‘વાસૂપૂજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૦), ‘પાર્શ્વ-જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, ભાદરવા), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’, ૪૭ કડીનું ‘જિનવર-સ્તવન’, ૧૪ કડીની ‘આત્મપ્રતિબોધ-સઝાય’ (મુ.), પાંચથી ૧૧ કડીનાં ‘ગોડીપાર્શ્વનાથનાં સ્તવનો (મુ.), ૧૩ કડીની ‘ચેતનની સઝાય’(મુ.), ૬ કડીનું ‘પ્રભાતિયું’(મુ.), ‘મૂર્ખની સઝાય’ (મુ.) વગેરે કૃતિઓ એમની પાસેથી મળી છે. કવિનાં કેટલાંક સ્તવનો-સઝાયોમાં કચ્છી બોલીની અસર છે. કવિની શૈલીની પ્રાસાદિકતા અને ગેય ઢાળોનો વિશેષ વિનિયોગ ધ્યાનપાત્ર છે. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈગૂસારત્નો : ૧; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. જૈસસંગ્રહ(ન.); ૯. પ્રાસ્તસંગ્રહ; ૧૦. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૧૧ સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, પ્ર. પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો;  ૫. જૈગૂકવિઓ : ૨; ૬. ડિકેટલોગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]