નિત્યવિજય(ગણિ)-૧ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ૧૪૯ કડીના ‘ગુણમંજરી-વરદત્તકુમાર-રાસ/જ્ઞાનપંચમીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. આ કૃતિ નિત્યવિજય-૨ની હોવાની સંભાવના છે.