ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મરત્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્મરત્ન [         ] : જૈન સાધુ. જૈનપ્રબોધસૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘જિનપ્રબોધસૂરિ-રેલુઆ/વર્ણન’ (સં.૧૪મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં : ૧.[ર.સો.] પદ્મરાજ : આ નામે ૬ કડીની ‘ભગવદ્વાણી-ગીતા’ (લે.ઈ.૧૬૫૨), ‘ગુણઠાણા-સ્તવન’ (લે.ઈ.૧૬૭૯) અને ‘અષ્ટાપદ-તીર્થરાજ-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પદ્મરાજ છે તે નિશ્ચિત થથું નથી. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. રાપુહસૂચી : ૧; ૩. રાહસૂચી : ૧ ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]