ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્મવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (અવ. ઈ.૧૫૯૬)ના શિષ્ય. ૫૬ કડીના ‘તીર્થમાલા-સ્તવન’ના કર્તા. કૃતિમાં હીરવિજયસૂરિની હયાતીનો ઉલ્લેખ હોવાથી એ ઈ.૧૫૯૬ પૂર્વે રચાઈ હોવાનું અનુમાન થયેલું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ: ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.સો.]