ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાલ-૩ બાલચંદ્ર


બાલ-૩/બાલચંદ્ર [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન સાધુ. ૧૫૪ કડીની, હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘પંચેન્દ્રિયસંવાદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૫/સં.૧૭૫૧, ભાદરવા સુદ ૨) તથા ‘સીતા-રાસ’ (લે.ઈ.૧૭૩૩)ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; દેસુરાસમાળા; ૩. પ્રાકરૂપરંપરા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈન સત્યપ્રકાશ, ઑક્ટોબર ૧૯૪૬-‘જૈન કવિયોંકી સંવાદસંજ્ઞક રચનાયેં’, અગરચંદજી નાહટા;  ૬. જૈગૂકવિઓ : ૨.
[શ્ર.ત્રિ.]