ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભત્તઉ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભત્તઉ [ઈ.૧૩મી સદી પૂર્વાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનપતિસૂરિ (જ.ઈ.૧૧૫૪-અવ. ઈ.૧૨૨૧)વિષયક ૨૦ કડીના, આંતરયમકનો ઉપયોગ કરતી સવૈયાની દેશીમાં રચાયેલા ‘શ્રીમજ્જિન-પતિસુરીણામ-ગીત’(મુ.) એ સ્તુતિગીતના કર્તા. કૃતિમાં થયેલો ઝૂલણાનો પ્રયોગ ઉલ્લેખનીય છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈમગૂકરચનાએં : ૧. [ગી.મુ.]