ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવચંદ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ભાનુચંદ્ર ઉપાધ્યાય (ઈ.૧૫૬૨માં હયાત)ના શિષ્ય. ૪ કડીની ‘ભાનુચંદ્ર ઉપાધ્યાય-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.). [શ્ર.ત્રિ.]