ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવ-૧ ભાવક-ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવ-૧/ભાવક(ઉપાધ્યાય) [ઈ.૧૫૨૫માં હયાત] : બ્રહ્માણગચ્છના જૈન સાધુ. બુદ્ધિસાગરની પરંપરામાં ગુણમાણિક્યના શિષ્ય. પ્રારંભમાં વિનયવિમલગણિને ગુરુ તરીકે કરેલા નમસ્કારના વચન સાથેના ૯૭૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ/વિક્રમ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં.૧૫૮૨, માગશર-૧૩, રવિવાર), ૨૯૮/૩૫૦ કડીના ‘હરિશ્ચંદ્ર-પ્રબંધ/રાસ’ અને મુનિરત્નસૂરિની મૂળ સંસ્કૃત કૃતિ ‘અંબડકથા’ ઉપરથી ૭ આદેશમાં વહેંચાયેલા ‘અંબડ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ.જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્યરાસસંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈમગૂકરચાનએં : ૧; ૭. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]