zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીમ-૩ [ઈ.૧૫૨૮માં હયાત] : જૈન શ્રાવક. ૫ ખંડમાં વિભાજિત ‘અગડદત્ત-રાસ’ (ર.ઈ.૧૫૨૮/સં. ૧૫૮૪, અસાડ વદ ૧૪, શનિવાર) એમાં આવતા નડિયાદ અને નડિયાદના શ્રાવકોના ઉલ્લેખો પરથી નડિયાદમાં રચાયો હોવાની સંભાવના છે. ૩ કડીના ‘વીતરાગ-ગીત’ સમેત ૩ ગીતો(મુ.) આ કર્તામાં હોવા સંભવ છે.

કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.

સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;

 ૫. જૈગૂકવિઓ : ૧; ૬. લીંહસૂચી.[ગી.મુ.]