ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંગલમાણિક્ય મંગલમાણેક વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મંગલમાણિક્ય/મંગલમાણેક(વાચક) [ઈ.૧૫૮૨માં હયાત] : આગમગચ્છની વિડાલંબશાખાના જૈન સાધુ. મુનિરત્નસૂરિની પરંપરામાં ઉદયસાગરના શિષ્ય. ભાનુભટ્ટ કવિના વિદ્યાગુરુ હતા. ૭ આદેશની ૨૬૪૧ કડીમાં કૌતુકરસ જાળવતી ‘આંબડકથાનક-ચોપાઈ/અંબડ વિદ્યાધર-રાસ’  (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૯, કારતક સુદ ૧૩; મુ.) તથા ૪૩૨ કડીની ‘વિક્રમરાજ અને ખાપરાચોરનો રાસ/વિક્રમખાપરાતસ્કર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, મહા સુદ ૭, રવિવાર)ના કર્તા. કૃતિ : અંબડ વિદ્યાધરરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૩ (+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી.