ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મકન-૧
મકન-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના શ્રાવક. વિજ્યધર્મના શિષ્ય રાજવિજયના શિષ્ય. પિતાનામ મોહન. ૯ ઢાળની ‘શિયળની નવવાડોની સઝાયો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, શ્રાવણ સુદ ૯, ગુરુવાર; મુ.), ૧૨ કડીના ‘બારમાસ’ (ર.ઈ.૧૭૯૨/સં.૧૪૮, ફાગણ સુદ ૧૦; મુ.), ૪ કડીની ‘મહાવીરજિનસ્તુતિ (આધ્યાત્મિકવિચારગર્ભિત)-સ્તબક’ના કર્તા. આ કવિના ૨ ઢાળ અને ૪૩ કડીના ‘ગજસુકુમાલનું દ્વિઢાળિયું’ (મુ.)ની ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ફાગણ સુદ ૬, સોમવાર મળે છે જે કવિનો આયુષ્યકાળ લક્ષમાં લેતાં સાચી લાગતી નથી. કવિનું અપરનામ ‘મુકુંદ મોનાણી’ હોવાની વાત પણ બહુ ઉચિત નથી લાગતી, કારણ કે ‘જૈન ગૂર્જર કવિઓ’માં આપેલો ‘શિયળની નવવાડ’ના અંતનો પાઠ ‘મકન મુખવાણી’ વધારે ઉચિત લાગે છે. કૃતિ : ૧. * જૈન પ્રભાકર સ્તવનાવલી, ભી. મા; ૨. જૈસમાલા (શા) : ૧; ૩. જૈસસંગ્રહ (જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. સજઝાયમાલા(શ્રા.) : ૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]