ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિકુશલ [ઈ.૧૬૭૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણકીર્તિની પરંપરામાં મતિવલ્લભના શિષ્ય. ૨૯ ઢાળ અને ૬૨૪ કડીની ‘ચંદ્રલેખા-ચતુષ્પદી/ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, આસો વદ ૧૦, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ડિકૅટલૉગભાઈ : ૧૦(૨); ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]