ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૪ મતિસાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિસાગર-૪/મતિસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (ર.ઈ.૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]