ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયારામ ભોજક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મયારામ(ભોજક)-૧ [ઈ.૧૭૬૨માં હયાત] : જૈન. અમીચંદ રાયચંદના પુત્ર. વડનગરનિવાસી. ‘પ્રદ્યુમ્નકુમાર-રાસ/સાંબપ્રદ્યુમ્ન-રાસ’ (ર.ઈ.૧૭૬૨/ર.ઈ.૧૮૩૨/સં. ૧૮૧૮/સં.૧૮૮૮, ફાગણ સુદ ૬, સોમવાર)ના કર્તા. ‘દેવાનંદ સુવર્ણાંક’ આ કૃતિ ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, ફાગણ સુદ ૬માં રચાઈ હોવાનું નોંધે છે, પરંતુ તેમાં સાલ ખોટી હોવા સંભવ છે. ‘ગુજરાતી-સાહિત્યનો ઇતિહાસ’ ‘શત્રુંજ્ય-મહાત્મ્ય’ (ર.ઈ.૧૭૬૧) એવી તેમની બીજી કૃતિ ગણાવે છે પણ તે ‘પ્રદ્યુમ્નકુમાર-રાસ’ જ હોય એમ લાગે છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]