ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયાસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મયાસાગર [ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. વિવેકના શિષ્ય. ગીરનાર તીર્થનાં જુદાં જુદાં સ્થળોનું વર્ણન કરતી ૧૦૨ કડીની ‘ગિરનારજીની તીર્થમાળા’ (ર.ઈ.૧૭૧૩/સં.૧૭૭૩, વૈશાખ સુદ ૬, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : આઠ દૃષ્ટિની સઝાય વગેરે સંગ્રહ, પ્ર. જૈનધર્મ પ્રસારક સભા, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]