ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાવજી મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહાવજી(મુનિ) [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : કડવાગચ્છના જૈન સાધુ. રતનપાલ શાહના શિષ્ય. ૩૨૯ કડીના ‘નર્મદાસુંદરી-રાસ’ના કર્તા. આ કૃતિની રચના સંભવત: ઈ.૧૫૯૪માં થઈ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોેંધે છે, પરંતુ ‘કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ’માં કૃતિની રચનાસાલ ઈ.૧૬૦૭, કવિનું અવસાન ઈ.૧૬૧૧માં અને તેમણે ૨૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડૂઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]