ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય
માનવિજ્ય : આ નામે ૬૨૫ કડીની સ્વોપજ્ઞસ્તબક સહિત ‘આગમપ્રેરણારૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮), ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’, ‘ચૈત્યવંદન’, ૧૨ કડીનું ‘જિનપૂજાફલ-સ્તવન’, ૪ કડીની ‘પર્યુષણ-સ્તુતિ’ (લે.ઈ.૧૮૧૩; મુ.), ૬૦ ગ્રંથાગ્રની ‘પંચબાણ-સઝાય’ (લે.ઈ.૧૮૨૬), ૬૧ કડીનું બાલાવબોધ સહિતનું ‘પ્રતિભાસ્થાપન-સ્તવન’, ‘સામયિકદોષ-સઝાય’ તથા ૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. આ ઉપરાંત ઉપાધ્યાય અને વાચકની પદવી ધરાવતા માનવિજ્યને નામે ૫ કડીની ‘અધ્યાત્મશ્રીઋષભદેવ નમસ્કાર’(મુ.), ૫ કડીનું ‘ગૌતમસ્વામીનું પ્રભાતિયું’(મુ.) તથા ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.) તથા માનવિજ્ય પંડિતના નામે ૪ કડીની ‘નવતત્ત્વ-સ્તુતિ’(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા માનવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૨; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧; ૫. સસન્મિત્ર. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]