ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુરારિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુરારિ [ ઈ.૧૬૧૯ સુધીમાં] : આખ્યાનકાર. પિતા જગન્નાથ સ્વામી. સૌરાષ્ટ્રના વતની. ૪૦ કડવાંના ‘ઈશ્વર-વિવાહ’ લે.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, અસાડ વદ ૩૦, શનિવાર; મુ.)ના કર્તા. શિવપાર્વતીના લગ્નના વિષયને સામાજિક રીતરિવાજોની ઝીણી વીગતોથી વર્ણવતું અને કથાપ્રસંગને હળવાશથી નિરૂપતું આ આખ્યાન લોકપ્રિય બનેલું છે. કૃતિ : બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય, ૪. પ્રાકકૃતિઓ;  ગૂહાયાદી.[ર.સો.]