ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/રઘુનંદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રઘુનંદન [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અવટંકે ભટ્ટ. ભાવનગરના પ્રશ્નોરા બ્રાહ્મણ. તેઓ કવિશ્રી મહાનંદ મહેતા (ઈ.૧૮૩૯માં હયાત)ના સમકાલીન હોવાની માન્યતા છે. ૫૩ કડીનું ‘અંબિકાવર્ણન’(મુ.) તથા ૩૬ કડીનું ‘નંદકુંવર વ્રજવનિતા શું રમે’(મુ.) એ ૨ લાંબી પદરચનાઓ, સંસારની અસારતાનાં અને માયાવિષયક ચારથી ૫ કડીનાં ૪ પદ(મુ.) તથા ‘રામસ્તુતિ’ તેમની પાસેથી મળ્યાં છે. કૃતિ : ૧. અહિચ્છત્ર-કાવ્યકલાપ, પ્ર. દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪; ૨. કવિતાસારસંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૩. કાદોહન : ૨; ૪. બૃકાદોહન : ૫; ૫. ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨ મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪;  ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ડિકૅટલૉગભાવિ; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]