ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિજેઠી


રવિજેઠી [ઈ.૧૬૨૧ સુધીમાં] : જૈન. ૧૬ કડીના ‘(લોદ્રવાજી તીર્થમંડન) શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૨૧; મુ.)ના કર્તા.

કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૫૦-‘શ્રી રવિજેઠીકૃત લોદ્રવાજી તીર્થમંડન શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ’, સં. રમણીકવિજ્યજી.
[શ્ર.ત્રિ.]