ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસાગર-૨


રાજસાગર-૨ [ઈ.૧૫૮૭ લગભગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં હર્ષસાગરના શિષ્ય ૨૮ કડીની ‘લુંકામતનિમૂલનિકંદન-સઝાય’ (ર.ઈ.૧૫૮૭ લગભગ)ના કર્તા.

સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]