ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજહંસ ઉપાધ્યાય-૧


રાજહંસ(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬૦૬ પૂર્વે] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષતિલકના શિષ્ય. શય્યમભવસૂરિકૃત ‘દશવૈકાલિક-સૂત્ર’ પરના ૨૦૦૦/૩૨૭૫ ગ્રંથાગ્ર ધરાવતા બાલાવબોધ (લે.ઈ.૧૬૦૬ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]