ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપહર્ષ


રૂપહર્ષ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રાજવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘જિનરત્નસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનરત્નસૂરિ (જ.ઈ.૧૬૧૪-અવ. ઈ.૧૬૫૫)ના સમયમાં લખાઈ હોવાથી કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હશે એમ કહી શકાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). રૂપાબાઈ [ ] : ૫ કડીના ૧ પદ(મુ.)નાં કર્તા. કૃતિ : કાફીસંગ્રહ, પ્ર. ક. જા, સં. ૧૯૪૦.[કી.જો.]