ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મણદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મણદાસ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નડિયાદના વતની. સંતરામ મહારાજ (અવ. ઈ.૧૮૩૧)ના પટ્ટશિષ્ય. તેમની પાસેથી આરતીઓ (૨ મુ.), ગુરુમહિમાનાં પદ (૮મુ.), ૬ કડીનો ‘ત્રિભંગી છંદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : ૧. અસપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ. [ર.સો.]