ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીધર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીધર [ઈ.૧૪૫૧માં હયાત] : પારસી. પિતાનામ બહેરામ. એમણે ઈ.૧૪૫૧માં પારસીઓના મહત્ત્વપૂર્ણ આચારગ્રંથ ‘અર્દાવિરાફનામા’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુલિટરેચર; ૩. પારસી સાહિત્યનો ઇતિહાસ, નોશાકરી પીલાં, ઈ.૧૯૪૯.[ર.ર.દ.]