ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિશેખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લબ્ધિશેખર [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. લબ્ધિશેખરના ગુરુબંધુ સમયપ્રમોદે ઈ.૧૬૧૭માં ‘ચોપર્વો-ચોપાઈ’ રચી છે. આ આધાર પર લબ્ધિશેખર પણ આ સમયગાળામાં હયાત હોવાનું અનુમાન થઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]