લલિતાબેન [ ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્ત કવયિત્રી. તેઓ કનૈયાલાલજી મહારાજશ્રીના અંતરંગ ભક્ત હતાં. તેમણે ‘કિંકરી’ છાપથી પદ તથા ધોળની રચના કરી છે.