ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાધાજી


લાધાજી [ઈ.૧૮૨૩માં હયાત] : અષ્ટકોટીય બૃહદ્ પક્ષના જૈન સાધુ. તલકસિંહના શિષ્ય. દુહાબદ્ધ ૩૦૧કડી અને ૧૫ ઢાળના મુનિદાનનો મહિમા કરતા ‘ભીમસેન રાજાનો રાસ’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, બીજો આસો વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા.

કૃતિ : રત્નસારનો રાસ, ભીમસેન રાજાનો રાસ અને શ્રી જિતારી રાજાનો રાસ, પ્ર. કારૂભાઈ દેવજી વગેરે, સં. ૧૯૯૬(+સં.).
[કી.જો.]