ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ ઋષિ-૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાલચંદ(ઋષિ)-૯ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. દોલતરામ-જીવાજીના શિષ્ય. ગુજરાતી-હિન્દીની ૧૫ કડીની ‘ચંદ્રપ્રભુ સ્વામીની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪-, શુક્રવાર; મુ.) અને ૧૭ કડીની ‘શ્રીવિજ્યકુમાર અને વિજ્યાકુંવરીની લાવણી/સઝાય’ (ર.ઈ.૧૮૧૨; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]