ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છરાજ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વચ્છરાજ-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : સંભવત: જંબૂસરના વતની. પિતાનું નામ વિનાયક. દુહા-ચોપાઈ-છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની ‘રસમંજરી’(ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, અસાડ સુદ ૩, રવિવાર; મુ.) એ કવિની એકમાત્ર કૃતિ મળે છે. પ્રેમરાજ એ રસમંજરીના પ્રેમ-પરિણયની કથા નિમિત્તે રસમંજરીના સ્ત્રીચરિત્રને ઉપસાવતી આ પદ્યવાર્તા એના પ્રવાહી કથા નિરૂપણથી ધ્યાન ખેંચે છે. કૃતિ : બૃકાદોહન : ૪. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ. [ગી.મુ.]