ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વજ્રસેન સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વજ્રસેન(સૂરિ) [ઈ.૧૨મી સદી ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. દેવસૂરિ(વાદિદેવસૂરિ)ના શિષ્ય. દેવસૂરિનો આયુષ્યકાળ ઈ.૧૦૮૫થી ઈ.૧૧૭૦ છે. તેથી કવિ ઈ.૧૨મી સદીમાં હયાત હશે એવું અનુમાન થયું છે. આ કવિએ ઋષભદેવના બંને પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવતી ૪ ખંડ અને ૪૮ કડીની દુહા-સોરઠા આદિ ગેય ઢાળો ધરાવતી ‘ભરતેશ્વર બાહુબલિ-ઘોર’(મુ.) કૃતિની રચના કરી છે. કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૧૦૬ (+સં.). સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈમગૂકરચનાએં : ૧. [ભા.વૈ.]