ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યચંદ-વિજ્યચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યચંદ/વિજ્યચંદ્ર : વિજ્યચંદને નામે ૫૨૧ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), વિજ્યચંદ્રને નામે ૧૧ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ અને ‘અભયકુમાર-સઝાય’ (ર.ઈ.૧૬૫૪) એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા વિજ્યચંદ/વિજ્યચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]