ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યરાજ [ ] : તપગચ્છના જૈન સધુ. ૩૪ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. તપગચ્છમાં એક વિજ્યરાજ (જ.ઈ.૧૬૨૩-અવ.ઈ.૧૬૮૬) છે તે અને આ કવિ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૪ કડીની ‘ચૈત્રી પૂનમની સ્તુતિ’(મુ.) ઉક્ત વિજ્યરાજની છે કે અન્ય કોઈની તે પણ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]