ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલકીર્તિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિમલકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિની પરંપરામાં વિમલતિલક-સાધુસુંદરના શિષ્ય. અભયદાનના વિષયને કેન્દ્રમાં રાખીને રચેલી ‘યશોધરચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, આસો સુદ ૧૦), ‘ચંદ્રદૂતકાવ્યો’ (ર.ઈ.૧૬૨૫), ‘પ્રતિક્રમણવિધિ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૪/સં. ૧૬૯૦, આસો વદ ૩૦) ‘જયતિહુઅણ-બાલાવબોધ’, ‘જીવવિચાર-બાલાવબોધ’, ‘વિચારષટત્રિંશિકા(દંડક)-બાલાવબોધ/દંડક-બાલાવબોધ’, ‘નવતત્ત્વ-બાલાવબોધ’, ‘પદવ્યવસ્થા’, ૧૩ કડીના ‘મહાવીરના ચંદ્રાવલા’, ‘ષષ્ટિશતક બલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]