ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકચંદ્ર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેકચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં વાચક ભાનુચંદ્રના શિષ્ય. દીક્ષા પહેલાં સગાભાઈ અને દીક્ષા પછી દેવચંદ્ર (અવ.ઈ.૧૬૪૦)ના ગુરુભાઈ. ‘દેવચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૪૦ પછી), ૨૫/૨૭ કડીનો ‘જીવદયાનો છંદ/શિખામણનો સલોકો’(મુ.) અને ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]