ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકહર્ષ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેકહર્ષ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં હર્ષાનંદગણિના શિષ્ય. વિદ્વાન અને પ્રતાપી. ઈ.૧૬૧૧નો તેમનો પ્રતિમાલેખ મળે છે. તેમણે કચ્છના રાજા ભારમલ્લને (ઈ.૧૫૮૬-ઈ.૧૬૩૨) પ્રતિબોધ્યા હતા. ૧૦૧ કડીના ‘હીરવિજ્યસૂરિ(નિર્વાણ)-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૨૨ કડીની ‘હીરવિજ્યસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૫૯૬; મુ.), ૨૪ કડીના ‘ઋષભ નેમિનાથ-સ્તવન’, ‘ક્ષુધા-પિપાસા-શીત-ઊષ્ણની સઝાય’ અને ૭ પ્રકરણના ‘પરબ્રહ્મ-પ્રકાશ’ના કર્તા. કૃતિ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હીરવિજ્યસૂરિ(નિર્વાણ) રાસ’, સં. મો. દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]