ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિહંસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃદ્ધિહંસ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં વિદ્યાહંસગણિના શિષ્ય. ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યસિંહસૂરિ (જ.ઈ.૧૬૦૮-અવ.ઈ.૧૬૫૩)ની હયાતી દરમ્યાન લખાયેલી હોઈ કર્તાનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો મધ્યભાગ ગણાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૩-‘વિજ્યસિંહસૂરિ-સઝાય’, સં. શ્રી વિજ્યયતીન્દ્રસૂરિજી. [ર.ર.દ.]